Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પીરાણા ડમ્પ સાઈટની ટ્રકોના કારણે વધતી ટ્રાફિક સમસ્યા, રજૂઆતો બાદ પણ નિરાકરણ નહીં..!

અમદાવાદ શહેરના પીરાણા ડમ્પ સાઈટ પર કચરો ઠાલવવા માટે આવતા ડમ્પરો એક તરફનો આખો રસ્તો રોકી લે છે.

X

અમદાવાદ શહેરના પીરાણા ડમ્પ સાઈટ પર કચરો ઠાલવવા માટે આવતા ડમ્પરો એક તરફનો આખો રસ્તો રોકી લે છે, ત્યારે ડમ્પરના ચાલકો બેફામ અને પોતાની મનમાની કરીને અહી ડમ્પર ચલાવી રહ્યા છે. જેથી લોકોમાં અકસ્માતના ભયનો માહોલ ઊભો થયો છે.

અમદાવાદ શહેરના પીરાણા ડમ્પ સાઈડ પર આવતા ડમ્પરોના કારણે અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડમ્પ સાઈટની બહાર એક તરફ લાંબી કતારો લગાડી ડમ્પરો ઊભા રહે છે, જેના કારણે અન્ય વાહનચાલકોને સિંગલ રોડ પર વાહન હંકારવું મુશ્કેલ બન્યું છે. આ સાથે જ ટ્રાફિકજામની પણ સમસ્યા વધી રહી છે.

જોકે, આ ડમ્પરોને ડમ્પ સાઈટમાં અંદર ઊભા રાખવામાં આવે તો ચોક્કસથી રોડ ખુલ્લો થાય અને ટ્રાફિકની સમસ્યા ઘટાડી શકાય તેમ છે. આ મામલે ડમ્પ સાઈટના અધિકારીઓને ટ્રાફિક પોલીસ દ્વારા પણ રજૂઆત કરાય છે. તેમ છતાં આજદિન સુધી આ સમસ્યાનો નિકાલ નહીં આવતા લોકો રોષે ભરાયા છે.

Next Story