અમદાવાદ રિવરફ્રન્ટની થશે કાયાપલટ, આટલા કરોડનો કરાશે ખર્ચ

અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની સાથે સેંકડો લોકો પરિવાર સાથે રિવરફ્રન્ટ પર લટાર મારવા નીકળી પડે છે

New Update

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કર્યો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ હેઠળ ફેઝ-1 પૂર્ણ કર્યા બાદ હવે હવે તંત્રએ ફેજ 2 પ્રોજેક્ટ હાથ પર લીધો છે અમદાવાદ મ્યુન્સિપાલ કોર્પોરેશન આની પાછ્ડ ૮.૫૦ કરોડ ખર્ચ કરશે..

અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની સાથે સેંકડો લોકો પરિવાર સાથે રિવરફ્રન્ટ પર લટાર મારવા નીકળી પડે છે. રિવરફ્રન્ટ હવે લાખો અમદાવાદીઓ માટે નવલું નજરાણું બન્યો હોઈ તેની દેશ-વિદેશમાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે. પહેલાં પૂર્વ કાંઠાના ઇન્દિરા બ્રિજ સુધી તેને વિકસિત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ-2 હેઠળ કેન્ટોન્મેન્ટ પાછળના ભાગમાં કેન્ટોન્મેન્ટ બોર્ડ સાથે થયેલા એમઓયુ મુજબ જમીન મળતાં તંત્રે શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજારના ૧.૨૫ કિ.મી.ના પટ્ટાને વિકસિત કરવા માટે જાન્યુઆરી-૨૦૨૧માં ટેન્ડર બહાર પાડ્યાં હતાં,

જેમાં ડાયાફ્રામ વોલ તૈયાર કરવા તેમજ માટીકામ માટે રૂ. ૮૦.૬૪ કરોડ, સ્ટેપ્ડ એમ્બેકમેન્ટમાં રિટેનિંગ વોલ તૈયાર કરવા માટે રૂ. ૩૬.૪૨ કરોડ વગેરેનો ખર્ચ નક્કી કરાયો છે. ત્યાર બાદ કેમ્પ સદર બજારથી ઇન્દિરાબ્રિજ સુધીના આશરે ૩.૮ કિ.મી. લાંબા પટ્ટામાં નદીમાં ૫૦ ફૂટ ઊંડી અને બે ફૂટ જાડી એવી આરસીસી ની ડાયાફ્રામ વોલ તૈયાર કરવા રૂ. ૧૫૦ કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં.

Latest Stories