Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: દારૂની મહેફિલ માટે હોટલમાં રૂમ બુક કરાવ્યો, પછી શું થયું જુઓ

વસ્ત્રાપુર પોલીસની દારૂની મહેફિલ પર રેડ, હોટલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા.

X

અમદાવાની હોટલમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી હતી અને દારૂ પિતા 9 નબીરાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે એસ. એન.બ્લુ હોટેલમાં દારૂની મહેફીલ માણતા નવ નબીરાઓની ધરપકડ કરી છે .પ્રાથમીક માહિતી મુજબ દારૂની મહેફીલ માં બે મહિલાઓ પણ સાથે હતી પણ મહિલાઓએ દારૂ નહિ પીધો હોવાથી પોલીસે તમને જવા દીધી છે. એટલું જ નહીં પકડાયેલ આરોપીઓ વેપારીઓ હોવાથી કેટલાક મિત્રો પાલનપુરથી આવ્યા હતા અને અમુક મિત્રો અમદાવાદના ભેગા મળી મહેફિલનું આયોજન કર્યું હતું.

જોકે આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરીને નવ જેટલા નબીરા ની ધરપકડ ક છે જેમાં ત્રણ લોકોના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે પકડાયેલ આ નબીરાઓએ હોટેલમાં સ્પેશિયલ દારૂ પીવા માટે જ રૂમ બુક કરાવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ પાસેથી દારૂની એક પણ બોટલ કબજે કરી છે.

Next Story