Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રૂ. 2.5 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર-શોનું આયોજન, AMCએ આપ્યો તૈયારીઓને અંતિમ ઓપ

વર્ષના અંતિમ સપ્તાહમાં તા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે.

X

અમદાવાદ શહેરમાં તા. 31 ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર-શોનું AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે AMC દ્વારા રિવરફ્રન્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

વર્ષના અંતિમ સપ્તાહમાં તા. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેની AMC દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર-શો યોજવામાં આવે છે. જેમાં લાખો લોકો રિવરફ્રંટ પર આ ફ્લાવર-શો જોવા ઉમટતા હોય છે. ફ્લાવર-શોની ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ ખાતે ફૂલોનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. આ ફ્લાવર-શો તા. 31 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. AMC દ્વારા રૂ. 2.5 કરોડના ખર્ચે ફ્લાવર-શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ફ્લાવર-શોમાં વિવિધ સ્કલ્પચર પણ ઉભા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, G-20, સ્પોર્ટ્સ, ઋષિમુનિ, હનુમાનજીના સ્કલ્પચર અહી લોકોમાં ભારે આકર્ષણ જમાવશે. જોકે, 2 વર્ષ બાદ ફ્લાવર-શો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે અહીં કોરોનાને લઈને પણ ગાઈડલાઈનનું પણ પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

Next Story