Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કંપાવી નાખનાર કિસ્સો; 2 વર્ષના બાળકના પેટમાંથી નીકળ્યો સ્ક્રુ, જુઓ પછી શું થયું

અમદાવાદ 2 વર્ષના બાળકના પેટમાંથી સ્ક્રુ નીકળ્યો, સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકનો જીવ બચાવ્યો.

X

અમદાવાદમા કંપાવી નાખનાર કિસ્સો સામે આવ્યો છે. બે વર્ષનો બાળક સ્ક્રૂ ગળી જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે સમય પર સારવાર થતાં બાળકનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદમા ચાંદલોડીયા વિસ્તારમાં એક બે વર્ષના બાળકે સ્ક્રૂ ગળી જવાની ઘટના સામે આવી છે. ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સુથારી કામ કરનાર રામકલાલ ચૌહાણના બે વર્ષનો પુત્ર પિયુષ ઘરમાં રમતા રમતા કેટલીક વસ્તુ ગળી ગયો હતો. જેના કારણે તેને ઉલટી થવા લાગી હતી. પરંતુ તેમના માતા-પિતાએ આ વસ્તુ નજરઅંદાજ કરી સામાન્ય દવા આપી. પણ પુત્રને જયારે સતત શરદી ઉધરસ રહેવા લાગી ત્યારે માતા-પિતાએ પુત્રને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.

હોસ્પિટલમાં તેનો એક્સ-રે કરતા ખબર પડી કે, પિયુષ ત્રણ થી ચાર વસ્તુ ગળી ગયો છે. ત્યારબાદ સર્જનો એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોને સર્જરી કરીને તેને દૂર કરી. પરંતુ તેની સાથે બે સ્ક્રુ પણ તેના પેટમાં હોવાનું જાણવા મળ્યું. જોકે આગળ વધુ સારવાર માટે પિયુષને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. ત્યાંના બાળરોગ સર્જરી વિભાગમાં રિપોર્ટ કરાવતા તબીબોના અનુભવના આધારે જાણવા મળ્યું કે, બે સ્ક્રુ લગભગ 6 થી 8 મહિનાથી આંતરડામાં ચોંટી ગયા હતા. જોકે તમામ પડકાર ભરેલી પરિસ્થિતિ જોતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને તેમની ટીમે પિયુષને આ પીડામાંથી મુક્ત કરવાનું જોખમ ઉપાડ્યું. તેમને એનેસ્થેસિયા વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટીમના સહયોગથી આ સર્જરી હાથ ધરી અને સફળતા પૂર્વક આ સર્જરી કરી. જેથી પિયુષનું જીવન જોખમ મુક્ત થઇ ગયું.

સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, બે વર્ષના બાળક પીયૂષનું ઓપરેશન કરવાની કામગીરી તેમને અને ડો.કિરણ પટેલે હાથ ધરી હતી. આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું હતું.

Next Story