અમદાવાદ : SOG નાર્કોટિક્સે રીઢા ગુનેગારને પકડી પાડ્યો, 17 કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો પેરોલ જમ્પ

New Update
અમદાવાદ : SOG નાર્કોટિક્સે રીઢા ગુનેગારને પકડી પાડ્યો, 17 કિલો ગાંજાના જથ્થા સાથે પકડાયો પેરોલ જમ્પ

17 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો

પેરોલ જમ્પ કરીને આરોપી નાસતો ફરતો હતો

અનેક ગુન્હામાં પકડાયેલો છે આરોપી

અનેક વાર ડ્રગ્સના ગુનામાં પકડાયેલ રીઢા આરોપીની ફરી એક વાર ગાંજા સાથે ધરપકડ કરાઈ. એસઓજીએ બાતમીના આધારે આરોપીને 17 કિલો ગાંજા સાથે પકડી પાડ્યો કોણ છે અવાર નવાર ડ્રગ્સનો ધંધો કરનાર શખ્સ. જોઈએ આ અહેવાલ માં.

દ્રશ્યોમાં દેખાતો આ આરોપી છે સલીમ ઉર્ફે ચા વાલા પટેલ. જે શાહ આલમ માં રહે છે. આરોપી ગાડી લઈને આવવાની બાતમી મળતા જ એસઓજી એ તેને જશોદા નગર થી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસને 17 કિલો ગાંજો મળી આવ્યો હતો. જે સુરતના એક શખ્સ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી પોતે જ ગાંજા નો ધંધો કરે છે અને વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે. આરોપી ગાંજો લાવી ત્રણ ગણી કમાણી કરતો હતો સાથે જ અગાઉ તે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, દાણીલીમડા અને રાજકોટ માં એનડીપીએસ, પ્રોહીબિશન અને હથિયારના ગુનામાં પણ ઝડપાયો હતો. આરોપી પાસા માંથી બહાર આવે એટલે ફરી ડ્રગ્સ નો ધંધો કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે એસઓજીએ સુરતના ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Latest Stories