અમદાવાદ : રાજયમાં નદી મહોત્સવનો પ્રારંભ, નદીઓમાંથી તથા કિનારેથી દુર કરાશે ગંદકી

તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.

અમદાવાદ : રાજયમાં નદી મહોત્સવનો પ્રારંભ, નદીઓમાંથી તથા કિનારેથી દુર કરાશે ગંદકી
New Update

તાપી, નર્મદા અને સાબરમતી નદી ભલે ગંદી ગોબરી હોય અને તેમાં ગટર અને ઉદ્યોગોના પાણી વહેતા હોય પણ સરકાર નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે.

તમે તાપી, નર્મદા અને સાબરમતી નદી તો જોઇ જ હશે. આ ત્રણેય નદીઓમાં શહેરોની ગટરોના ગંદા પાણી ભળતાં હોય છે. આ ઉપરાંત ઉદ્યોગોએ છોડેલા પાણી પણ નદીઓમાં ભળી જાય છે. હીંદુ સમાજમાં આસ્થાનું પ્રતિક અને જેમને લોકમાતાનો દરજજો આપવામાં આવ્યો છે તેવી નર્મદા, તાપી અને સાબરમતી નદીની હાલત દયનીય છે. નદીના પાણી હોય કે પછી હોય કિનારા, તમને જયાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળશે.

આજે રવિવારના રોજથી રાજ્યભરમાં નદી મહોત્સવની શરૂઆત થઈ છે..અમદાવાદમાં સાબરમતી નદીના તટ પર વાસણા બેરેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. જ્યાં કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર, ચેરમેન અને બાળ કલ્યાણ આયોગના ચેરમેન ની ઉપસ્થિતિમાં નદીની સાફ સફાઈ અને શ્રમદાન કાર્યક્રમ યોજાયો.

#ConnectGujarat #BeyondJustNews #Cabinet Minister #NarmadaRiver #SabarmatiRiver #Gujarat News #Ahmedabad News #River Festival #remove dirt Form Rivers #NadiMahotsav #CleanMission #TapiRiver
Here are a few more articles:
Read the Next Article