અમદાવાદ: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત 1023 ખેડૂતોને પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.

New Update
અમદાવાદ: ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત 1023 ખેડૂતોને પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ

ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે.

Advertisment
1/38

ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને તે માટે વાવણીથી લઈને લણણી સુધી વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા સહાય- સબસીડી આપવામાં આવે છે. એ.જી.આર. ૫૦ યોજના આવી જ એક યોજના છે, જે ખેડૂતોની કૃષિ-આધુનિકીકરણમાં સહાય કરે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં 1023 ખેડૂતોને રૂ. પાંચ કરોડથી વધુની સબસીડી ચૂકવાઈ છે.સમયનો બચાવ થાય અને વધુ સારી રીતે ખેતી થઈ શકે તે માટે ટ્રેકટરની જરુરિયાત હતી.ટ્રેકટરની ખરીદીમાં "એ.જી.આર.૫૦ યોજના" હેઠળ સબસીડી મળતાં આર્થિક રીતે ટેકો મળ્યો હતો.