Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ ક્રાઇમ બ્રાંચે સંભાળી, પતિ છે શંકાના દાયરામાં

સ્વીટી પટેલ દોઢ મહિના ઉપરાંતથી ગુમ, ડીવાયએસપી ચુડાસમા હવે કરશે તપાસ.

X

વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલીન પીઆઈ અજય દેસાઈની પત્ની સ્વીટી પટેલ ગુમ થઇ જવાના કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સંભાળી લીધી છે. ક્રાઇમ બ્રાંચના ડીવાયએસપી ડી.પી.ચુડાસમા તપાસ કરશે જયારે એટીએસની ટીમ ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે અમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે અને તપાસ અધિકારી તરીકે ડીવાયએસપી ડી.પી.ચુડાસમાની વરણી કરવામાં આવી છે. PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને ભરૂચના દહેજ પાસે આવેલાં અટાલી ગામ નજીકથી શંકાસ્પદ માનવ અવશેષો મળ્યા હતા. બળેલાં હાડકાના અવશેષ તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતાં તેમજ તેનો DNA ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.જો કે, FLS અને ડીએનએ રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે પણ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર તપાસ હાથમાં લીધી છે.

અટાલીમાં જે હોટલની પાછળથી માનવ અવશેષો મળ્યાં છે તે જમીન કીરીટસિંહ જાડેજા તથા અન્ય ભાગીદારોની હોવાની વિગતો બહાર આવી છે. પીઆઇ અજય દેસાઇનું લોકેશન પણ અટાલી બતાવી રહયું હોવાથી સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો હોવાની શકયતાઓ સેવાઇ રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસને તપાસમાં કઇ મહત્વની કડી મળતી ન હોવાથી આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. સમગ્ર કેસમાં એટીએસની ટીમ ટેકનીકલ સપોર્ટ પુરો પાડશે.https://youtu.be/vcMsMc40dto

Next Story