/connect-gujarat/media/post_banners/71278d2dede2dc1cc1a58d4fec9489c2d6a90d85e6b63295c73ef9e833894cf1.jpg)
અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રા ઉપસ્થિત રહયાં હતાં. ગુજરાત વિદ્યાપીઠમાં આજે 67મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પંકજ ચંન્દ્રા ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં કુલ 1665 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન રીતે પદવી એનાયત કરવામાં આવી હતી.
આ સાથે જ કોરોના વાયરસનું સંક્રમણ હજી પણ યથાવત હોવાના કારણે વિદ્યાપીઠ દ્વારા આ વર્ષે કુલ 9 જગ્યાઓ ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કોરોનાના કારણે ગત વર્ષે પદવીદાન સમારોહ રદ કરવામાં આવ્યો હતો જે બાદ આ વર્ષે બે વર્ષે પદવીદાન સમારોહ યોજાયો હતો. અંદાજે 1163 વિદ્યાર્થીઓને ઓનલાઈન જ્યારે 502 જેટલા વિદ્યાર્થીઓને રૂબરૂમાં પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહમાં ગત વર્ષ અને આ વર્ષના કુલ મળીને 126 જેટલા વિદ્યાર્થીઓને મેડલ અને રોકડ રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. પંકજ ચંદ્રાએ ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતી ગ્રામશિલ્પી પ્રવૃત્તિને બિરદાવી હતી.