અમદાવાદ : લ્યુકેમિયાગ્રસ્ત બાળકની આરોગ્યમંત્રીએ અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી, બાળકને ડોક્ટર બનાવી ખુદ “દર્દી” બન્યા

૧૦ વર્ષના કલ્પના પરિવારને એક વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે, તેમના લાડકવાયા એકના એક દીકરાને કૅન્સર છે.

અમદાવાદ : લ્યુકેમિયાગ્રસ્ત બાળકની આરોગ્યમંત્રીએ અદમ્ય ઈચ્છા પૂર્ણ કરી, બાળકને ડોક્ટર બનાવી ખુદ “દર્દી” બન્યા
New Update

અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા એટલે કે, લોહીનું કૅન્સર છે. ૧૦ વર્ષના કલ્પના પરિવારને એક વર્ષ પહેલા જ ખ્યાલ આવ્યો કે, તેમના લાડકવાયા એકના એક દીકરાને કૅન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. આ પીડાદાયક પળોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ “કલ્પ” માટે જાણે “કલ્પવૃક્ષ” બન્યા હતા.

તા. ૪ ફેબ્રુઆરી – વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી હતી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીશ્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું. વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો-કરોડો કૅન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્ય મંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યા હતા. અહીં મંત્રીએ કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું, ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું હતું. વધુમાં આરોગ્ય મંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની “ભૂમિકા” ભજવી. કલ્પે ડૉક્ટર બનીને આરોગ્ય મંત્રીને તપાસ્યા હતા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યમંત્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો હતો, જ્યાં મુલાકાત-સંવાદ બાદ સારવાર મેળવી રહેલા બાળદર્દીઓ અને તેમના સ્વજનોમાં જાણે કૅન્સરની લડત સામે નવીન ઉર્જા સાથે જુસ્સાનો સંચાર થયો હોય તેવી અનુભૂતિ થઇ હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #doctor #child #Health Minister #unquenchable wish #leukemia
Here are a few more articles:
Read the Next Article