Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ધોળકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થળે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો થયો પ્રારંભ…

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો પ્રારંભ થયો છે.

X

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાનો લોકમેળો ખુલ્લો મુકાયો હતો. વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ 5 દિવસ મેળામાં મહાલવા આવતા હોય છે. એટલું જ નહીં આ લોકમેળામાં ગધેડા, ઊંટ અને ઘોડાનો પણ વેપાર થાય છે. જોકે, આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

Next Story