/connect-gujarat/media/post_banners/b179a94c487e3e9407a019b33340ca69ed9be6c67cc32f9bee69ffce636a7c14.jpg)
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ થી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયા બાદ બ્રિજને ગ્રીન કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ થી શાંતીપુરા તરફના રોડ પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ગત રાતે ધરાશાયી થયો હતો. બ્રિજનો સ્લેબ પડતા બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઔડાના અધિકારીઓએ મોડી રાત્રે તૂટેલા બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યારે આજે ધરાશાયી બ્રિજને ગ્રીન કાપડ થી કવર કરી ઢાંકી દેવામાં આવ્યો જેના કારણે કોઈની નજર તૂટેલા બ્રિજ પર ના પડે રણજિત બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાકટ અપાયો હતો. સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે