PM મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે
મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાશે
નાગરિકો અને ઉદ્યોગસાહસિકો સરકારની પહેલમાં જોડાયા
રૂફટોપ સોલારને પ્રોત્સાહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવ્યું છે પરિવર્તન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ અમદાવાદ શહેરના મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાવશે. તો ચાલો આપણે પણ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનના અહેવાલના સાક્ષી બનીએ...
ગુજરાતમાં લાખો ઘરો અને વ્યવસાયના સ્થળોએ વીજળી માટે રુફટોપ સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. નાગરિકો અને ઉદ્યોગસાહસિકો આ ઇકો-ફ્રેન્ડલી પહેલમાં જોડાય તે માટે સરકાર તેમની સાથે છે. વર્તમાન બેન્ચમાર્ક ભાવો પર 1 kW સિસ્ટમ માટે રૂ. 30 હજાર સબસિડી, 2 kW સિસ્ટમ માટે રૂ. 60 હજાર અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78 હજાર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાના પગલે લોકોને તો આર્થિક ફાયદો થઈ જ રહ્યો છે, પણ સાથે સાથે પર્યાવરણને પણ મોટો લાભ થઈ રહ્યો છે. લોકોને સૌથી મોટો ફાયદો એ છે કે, વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે. ઘરના તમામ સાધનો સૌર ઉર્જાથી ચાલી રહ્યા છે. એટલું જ નહીં લોકો હવે પોતાની EV કારને પણ સૌર ઉર્જાથી ચાર્જ કરી રહ્યા છે.
જોકે, આ સોલાર પેનલનું આયુષ્ય પણ 25 વર્ષ અને તેથી વધુ છે. તેથી તે લાંબા ગાળાનો ફાયદો છે. ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને સરળ બનાવી, ટેકનિકલ સહાય પૂરી પાડી અને લાભો વિશે જાગૃતિ ઉભી કરીને ગુજરાત સરકારે રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ માટે સૌથી મોટો શ્રેય સરકારને જાય છે. કારણ કે, ગુજરાત સરકારે પ્રથમ પહેલ કરી હતી, અને સબસિડીની પ્રમોશનલ ઓફર આપી સરકારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જેના કારણે લોકોમાં જાગૃતિ પણ આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં દિશા-દર્શક કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના આ પ્રયાસોમાં જનભાગીદારીના કારણે ગુજરાત આજે દેશમાં મોખરે છે.