અમદાવાદ : રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં મોખરતું “ગુજરાત” રાજ્ય, રૂફટોપ સોલારને લોકોએ આપ્યું પ્રોત્સાહન

વર્તમાન બેન્ચમાર્ક ભાવો પર 1 kW સિસ્ટમ માટે રૂ. 30 હજાર સબસિડી, 2 kW સિસ્ટમ માટે રૂ. 60 હજાર અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78 હજાર સબસિડી આપવામાં આવે છે

New Update

PM મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લેશે

મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાશે

નાગરિકો અને ઉદ્યોગસાહસિકો સરકારની પહેલમાં જોડાયા

રૂફટોપ સોલારને પ્રોત્સાહનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવ્યું છે પરિવર્તન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ અમદાવાદ શહેરના મહાત્મા મંદિર ખાતે રેઇનવેસ્ટ-2024નો શુભારંભ કરાવશેતો ચાલો આપણે પણ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનના અહેવાલના સાક્ષી બનીએ...

ગુજરાતમાં લાખો ઘરો અને વ્યવસાયના સ્થળોએ વીજળી માટે રુફટોપ સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. નાગરિકો અને ઉદ્યોગસાહસિકો આ ઇકો-ફ્રેન્ડલી પહેલમાં જોડાય તે માટે સરકાર તેમની સાથે છે. વર્તમાન બેન્ચમાર્ક ભાવો પર 1 kW સિસ્ટમ માટે રૂ. 30 હજાર સબસિડી2 kW સિસ્ટમ માટે રૂ. 60 હજાર અને 3 kW સિસ્ટમ માટે રૂ. 78 હજાર સબસિડી આપવામાં આવે છે. આ યોજનાના પગલે લોકોને તો આર્થિક ફાયદો થઈ જ રહ્યો છેપણ સાથે સાથે પર્યાવરણને પણ મોટો લાભ થઈ રહ્યો છે. લોકોને સૌથી મોટો ફાયદો એ છે કેવીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે. ઘરના તમામ સાધનો સૌર ઉર્જાથી ચાલી રહ્યા છે. એટલું જ નહીં લોકો હવે પોતાની EV કારને પણ સૌર ઉર્જાથી ચાર્જ કરી રહ્યા છે.

જોકેઆ સોલાર પેનલનું આયુષ્ય પણ 25 વર્ષ અને તેથી વધુ છે. તેથી તે લાંબા ગાળાનો ફાયદો છે. ઇન્સ્ટોલેશન પ્રક્રિયાને સરળ બનાવીટેકનિકલ સહાય પૂરી પાડી અને લાભો વિશે જાગૃતિ ઉભી કરીને ગુજરાત સરકારે રૂફટોપ સોલારને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ માટે સૌથી મોટો શ્રેય સરકારને જાય છે. કારણ કેગુજરાત સરકારે પ્રથમ પહેલ કરી હતીઅને સબસિડીની પ્રમોશનલ ઓફર આપી સરકારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જેના કારણે લોકોમાં જાગૃતિ પણ આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કેરિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાત દેશમાં દિશા-દર્શક કામ કરી રહ્યું છે. કેન્દ્ર અને ગુજરાત સરકારના આ પ્રયાસોમાં જનભાગીદારીના કારણે ગુજરાત આજે દેશમાં મોખરે છે.

#solar panel #energy #solar panels #rooftop solar system #Renewable Energy #રિન્યુએબલ એનર્જી
Here are a few more articles:
Read the Next Article