Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નકલી પોલીસ બનીને વાહન પર પસાર થઈ રહેલા કપલને કરતા હતા ટાર્ગેટ, આખરે આવ્યા પોલીસ સકંજામાં

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે અને જેને લઇ આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય

X

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે અને જેને લઇ આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ અવારનવાર નકલી પોલીસના કિસ્સાઓ સામે આવતા રહે છે. આવામાં આવીજ એક ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને જેની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રામોલ વિસ્તારમાં આરોપીઓની ધરપકડ કરવામાં કરી છે.આ 3 આરોપીઓ પ્લાન મુજબ ટાર્ગેટ કરી કપલને પકડીને લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. 12 જુલાઈના રોજ વિરાટનગરમાંથી એક વ્યક્તિ પોતાની સાથે રહેલ મહિલાને બાઈકમાં બેસાડી જઈ રહ્યા હતા.તે સમયે આરોપી યાસીન કુરેશી અને સરફરાઝ એક બાઈક ઉપર અને સાનું અન્ય બાઈક પર ફરિયાદીનો પીછો કર્યો હતો. આરોપીઓ મેમ્કો ચાર રસ્તા પાસે ફરિયાદ પોતાના સ્ત્રી મિત્રને ઉતારી દીધા હતા ત્યાર બાદ રામેશ્વર ચાર રસ્તા પાસે આરોપીઓ ફરિયાદીને રોકી અને બીજાની સ્ત્રીઓને લઈ ફરે છે તને પૂરી દેવો પડશે અને પોલીસમાં છીએ એમ કહીને તેમની પાસે થી 5000 રૂપિયા લઈ ATMમાં જઈ વધુ 20,000 અને 15,000 રૂપિયા પડાવી લીધા હતા.બાદમાં બાદ ફરિયાદીએ ફરિયાદ આપતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યાસીન ખુબજ રીઢો ગુનેગાર છે અને છેલ્લા દોઢ મહિનામાં શહેરમાં 10 જેટલા નકલી પોલીસ બનીને લુંટ કરી હોવાનું સામે આવ્યું છે. તેની સાથેના અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે લોકો પણ અન્ય ગુનાઓ કર્યાની કબૂલાત કરી છે.

Next Story