દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલાં સામાન્ય બજેટ સંદર્ભમાં કનેકટ ગુજરાતની ટીમે રાજયના જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ પ્રદિપ જૈનના મંતવ્યો જાણ્યાં હતાં..
પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણીઓ પહેલાં કેન્દ્ર સરકારે રજુ કરેલાં સામાન્ય બજેટ અંગે લોકોના અલગ અલગ પ્રતિભાવો સામે આવી રહયાં છે. કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં જાણીતા ચાર્ટડ એકાઉટન્ટ પ્રદિપ જૈને જણાવ્યું હતું કે, આ બજેટથી વધારે કોઈ ફાયદો નથી થયો પણ કોઈ નુકશાન પણ નથી થયું..
2 વર્ષમાં જે 25 હજાર કિલોમીટરના નવા રોડ બનાવવાની વાત થઇ છે જો સરકાર આમાં સફળ થશે તો ધંધા અને ઉદ્યોગોને મોટા ફાયદો થશે. આ ઉપરાંત કોર બેન્કિંગ પોસ્ટથી સામાન્ય જનતા મુખ્ય પ્રવાહમાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ક્રિપ્ટો કરન્સીથી એક નવો વેપાર શરૂ થશે.કસ્ટમ ડ્યુટી જે ઘટાડવામાં આવતાં વિદેશથી આવતી જેમ્સ જવેલરીમાં મોટો ફાયદો થશે.