Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શહેરીકરણની સાથે ટ્રાફિકની સમસ્યા વકરી, ડાબી બાજુ વળતાં વાહનો માટે ખાસ નિયમો

પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં, લેફ્ટ સાઇટ ટર્ન માટે બેરિકેડ મુકાયાં.

X

અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે પોલીસ વિભાગ તરફથી નવા નિયમો બનાવવામાં આવ્યાં છે. ખાસ કરીને ડાબી બાજુ વળતાં વાહનચાલકોને નડતી સમસ્યાનો હલ લાવવા બેરીકેડ મુકવામાં આવ્યાં છે.

અમદાવાદમાં વધી રહેલી વસતીના સાપેક્ષમાં ટ્રાફિકમાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહે છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ વિભાગ તરફથી વિવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે. મુખ્ય રસ્તા પરથી પસાર થતાં અને ડાબી બાજુ વળવા માંગતા વાહનો પણ ટ્રાફિકમાં અટવાય જાય છે.

આવા વાહનો સરળતાથી વળી શકે તે માટે બેરીકેડ મુકવામાં આવ્યાં છે. બેરીકેડની કાર્યવાહી બાદ હવે ટ્રાફિક શાખા દ્વારા રીક્ષા એસોશીએશન સાથે મિટિંગ કરીને અમદાવાદ શહેરના ચાર રસ્તાથી 50 મીટર દૂર રીક્ષા પાર્કિંગ માટે સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પોલીસ વધુ નિયમો અમલમાં મુકી શકે છે.

Next Story