અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર હવે ટીઆરબીના જવાનો નહિ જોવા મળે. ટીઆરબીના જવાનો પૈસા ઉઘરાવતાં હોવાની વ્યાપક ફરિયાદો અને તેની ખરાઇ બાદ ટ્રાફિક વિભાગના જેસીપીએ આ નિર્ણય લીધો છે.
અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ પર હવે ટ્રાફિક બ્રિગેડના જવાનો હવે ઉભા રહેશે નહીં અને ટ્રાફિક પોલીસ સ્થળ પર મેમો આપી શકશે નહીં. કારણ કે એસ.પી રિંગ રોડ પર TRB જવાન દ્વારા પૈસા માગવા ની ઘણી બધી ફરિયાદો મળી રહી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે 35 કિલોમીટર પટ્ટામાં આવતા 15 મોટા જંક્શન પરથી 240 જેટલા TRB જવાનોને હટાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ એરપોર્ટ પરથી બોપલ તરફ જતા ઘણા લોકો આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં જ એસ.પી રીંગ રોડ પર TRB જવાન દ્વારા ભારે વાહનો પાસેથી ખોટી રીતે દંડ વસૂલાયો હોવાની ફરિયાદો ઉઠી હતી. તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય ટ્રાફિક JCP દ્વારા લેવામાં આવ્યો છે.
ટ્રાફિક જે.સી.પી મયંકસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર TRB જવાનો દ્વારા જે ખોટી રીતે પૈસા ઉઘરાવવા ની ફરિયાદ વધારે મળવા લાગી હતી જેને પગલે હવે TRB જવાનોને એસ.પી રીગ રોડ પરથી હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ટ્રાફિક પોલીસ પણ એસ.પી રિંગ રોડ પર હવે કોઈ વાહન ચાલકોને દંડ આપી શકશે નહીં. આ પટ્ટા પર TRB જવાનની જગ્યા લેનાર પોલીસકર્મીઓને અમે મેમો બુક અથવા POS મશીન પૂરા પાડી શું નહીં. આથી, ત્યાં સ્થળ પર દંડ વસૂલવા ની કોઈ સમસ્યા નહીં રહે.