અમદાવાદ: ઔરંગાબાદથી બે માદા વાઘણ કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી,લોકોનું વધશે આકર્ષણ !

બે વાઘમાં એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા રાખવામાં આવ્યું છે. આ બંને વાઘણની ઉંમર અંદાજિત બે વર્ષ અને બે માસ જેટલી છે

New Update
અમદાવાદ: ઔરંગાબાદથી બે માદા વાઘણ કાંકરિયા ઝૂમાં લાવવામાં આવી,લોકોનું વધશે આકર્ષણ !

અમદાવાદ કાંકરિયા ઝુમાં વધુ બે આકર્ષણ આવ્યા છે.ઔરંગાબાદથી બે માદા વાઘણ લાવવામાં આવી છે. આ પ્રસંગે મેયર શિટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ ઝૂ પાસે જરૂરિયાત કરતાં વધુ પ્રાણી પક્ષીઓ જેવા કે ભારતીય શિયાળ જીવ-ભારતના વિવિધ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતા રોયલ બંગાળ ટાઈગરને જોવા માટે હવે પશ્ચિમ બંગાળ કે અન્ય રાજ્યમાં જોવા જવું પડશે નહીં. કારણ કે અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં ઔરંગાબાદ પ્રાણીસંગ્રહાલયથી બે માદા રોયલ બંગાળ ટાઈગર્સને લાવવામાં આવી છે.

Advertisment

આજથી આ બંને વાઘણને પ્રાણીસંગ્રહાલયમાં લોકોને જોવા માટે મૂકવામાં આવી છે. ઉપરાંત છ કાળિયારને પણ લાવવામાં આવ્યા છે.મેયર કિરીટ પરમાર ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર આર કે સાહુ સાથે આ બે વાઘણને આજે મુલાકાતીઓને નિહાળવા માટે ખૂલ્લા મૂક્યા હતા.

બે વાઘમાં એકનું નામ રંજના અને બીજાનું નામ પ્રતિભા રાખવામાં આવ્યું છે. આ બંને વાઘણની ઉંમર અંદાજિત બે વર્ષ અને બે માસ જેટલી છે. એક મહિના પહેલા આ બંને વાઘણને કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે લાવવામાં આવી હતી અને નિયમ મુજબ ક્વોરેન્ટીન ટાઈમમાં મૂકવામાં આવ્યા હતા. આજે એક મહિનો પૂર્ણ થતાંની સાથે જ તેઓને લોકો માટે ખૂલ્લા મૂકવામાં આવ્યા છે.

Latest Stories