અમદાવાદ : શેર બજારમાં ઉંચી કમાણીની લાલચે ઠગાઇ, બે ઠગની મધ્યપ્રદેશથી ધરપકડ

બંને આરોપીઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં.

New Update
અમદાવાદ : શેર બજારમાં ઉંચી કમાણીની લાલચે ઠગાઇ, બે ઠગની મધ્યપ્રદેશથી ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરતાં હતાં. પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીઓના નામ સૂરજ વિશ્વકર્મા અને વિક્રમ નાગા છે. તેઓ મધ્યપ્રદેશ હોશંગાબાદમાં રહે છે. તેમની છેતરપિંડીના આરોપમાં મધ્યપ્રદેશ થી સાયબર ક્રાઇમ ની ટીમે ધરપકડ કરી છે...

તેમની મોડસ ઓપરેન્ડી ની જો વાત કરીએ તો આરોપીઓ ઓનલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેર બજારમાં આઈ કેપિટલ બ્રોકિંગ નામની કંપની સાથે કામ કરી ઉચો નફો અપાવવાની લાલચ આપતા હતા.અમદાવાદના એક ફરીયાદી ને ૯ લાખ રૂપિયાનું ઈન્વેસ્ટ કરાવી ૨૦ લાખ રૂપિયા નફો મળશે તેમ જણાવી ઠગાઇ કરી હતી.

આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે પ્રિયંકા નામની મહિલાનું નામ સામે આવ્યું છે જે ઘણા સમયથી મધ્યપ્રદેશ હોશંગાબાદમાં કોલ સેન્ટર ચલાવતી હોવાની માહિતી સામે આવી છે. તો પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન , બે અલગ અલગ બેંક ચેકબુક અને સીમ કાર્ડ સહિત નો મુદ્દામાલ જપ્ત કરી ડેટા મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે...

Latest Stories