અમદાવાદમાં યોજાય રહેલી U-20 સમિટનું સમાપન થયું છે, ત્યારે સમિટના છેલ્લા દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ. થેન્નારાસને શહેરમાં પાણી, ગટર અને સફાઈ જેવી બાબતો વિદેશના પ્રતિનિધિઓ સમક્ષ મુકી હતી. જોકે, ન્યૂયોર્કના પ્રતિનિધિઓ અમદાવાદ શહેરનો ગ્રોથ જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા.
અમદાવાદ ખાતે આયોજિત U-20 સમિટના સમાપન પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ. થેન્નારાસને શહેરમાં પાણી, ગટર અને સફાઈ જેવી બાબતો વિદેશના પ્રતિનિધિઓ સમક્ષ મુકી હતી. આ બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ ફાઇનાન્સિંગ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે. તો બીજી તરફ, એન્વાર્યમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પણ શરૂ કર્યો છે. જોકે, પ્રથમ દિવસે G-20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યુ હતું કે, શહેરના રોડ કાર માટે નહીં, પણ લોકો માટે જોઈએ. આ દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. અમદાવાદ વધુ સ્વચ્છ અને સારું બનાવવા માટે ડેલિગેટ્સના સૂચનો માગ્યા હતા. તો, ન્યૂયોર્કના પ્રતિનિધિઓ અમદાવાદનો ગ્રોથ જોઈને અત્યંત પ્રભાવિત થયા હતા. આ તબક્કે તેઓએ અમદાવાદની મુલાકાતે ફરી આવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.