Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:અર્બન-20 બેઠક, વિદેશી પ્રતિનિધિઓએ લીધી સાબરમતી આશ્રમની મુલાકાત

અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભારતમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે ત્યારે આ બેઠકમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રતિનિધિઓએ સાબરમતી ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં યોજાયો રહેલ અર્બન 20 સમિટ માં ભાગ લેનાર લગ અલગ દેશના પ્રતિનિધિઓ આ બેઠકને અને ગુજરાત થતાં ભારતીય સંસ્કૃતિને હમેશા યાદ રાખે તે માટે રાજ્ય સરકારે અનેક આયોજન કર્યા છે બેઠક સમાપ્ત થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભરત નાટ્યમ,કૂચિપૂડી ,માતાજીનો માંડવો ,રાસ ગરબા જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.તો પ્રતિનિધિઓએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અહીં તેમને ગાંધી વિચારની સમજ આપવામાં આવી હતી તો ચરખો કઈ રીતે ચલાવી શકાય તે બાબતનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું ગાંધી આશ્રમમાં પ્રદર્શની હદય કુંજની પણ મુલાકાત લીધી હતી.

Next Story