Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:વડીલોએ ઉજવ્યો અનોખી રીતે વેલેન્ટાઇન દિવસ ,પ્રેમની પરિભાષા જોવા મળી

અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વૃધ્ધો દ્વારા ઉત્સાહ અને સ્મિત સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી

X

અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વૃધ્ધો દ્વારા ઉત્સાહ અને સ્મિત સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી હતી

અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી હતી.ઘરડા ઘરમાં ઘરના સભ્યોથી તરછોડાયેલ પોતાના વૃદ્ધ જીવનની સફર માણતા દાદા દાદી માટે વેલેન્ટાઈન દિવસને માનવી અનોખી રીતે તેમના મુખ પર સ્મિત રેલાવી રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મન મૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમની અભિવ્યક્તિની ઉજવણી કરવામાં આવી હતી.કહેવાય છે જ્યાં પ્રેમ હોય ત્યાં ઉમર ન હોય અને ઘરડાઘરમાં પોતાના બાકી જીવનના દિવસો વિતાવી આ વડીલો પણ એક સ્મિત ઉત્સાહ અને અભિવ્યક્તિના હકદાર છે ભલે સમાજ પોતાના વહાલા તેમને તરછોડી દે પરંતુ તેમનો જુસ્સો, પ્રેમ, સહકાર માર્ગદર્શન હંમેશા જ્વલંત જ રહેતું હોય છે અને તેઓ પણ પોતાની લાગણીઓને રજૂ કરી આજના યુવાઓને સાચા પ્રેમની પરિભાષા શીખવાડી જાય છે. ખરેખર આવા સમયમાં એકબીજા સાથે રહી જીવનના સથવારે રહેતા વૃધ્ધો અને આવા વડીલોના ચહેરાઓ પર સ્મિત ફેલાવના કાર્ય કરનાર જ એકબીજાના સાચા વેલેન્ટાઈન છે.

Next Story