Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: AMCની વોટર કમીટીની બેઠક મળી,વિવિધ બાબતે કરાય ચર્ચા

શહેરમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધુ આવી રહી છે જેમાં મધ્ય ઝોનમાં પ્રદૂષણ પાણીને લઈને ચર્ચા કરવામાં આવી

X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર કમીટીની બેઠક મળી હતી જેમાં શહેરના વિવિધ કામો પર ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદમાં કોર્પોરેશનમાં વોટર કમિટીની બેઠક મળી હતી. જેમાં અલગ લગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.મુખ્ય મુદ્દો આ ચર્ચામાં રૂ.1200 કરોડનું ખારીકટ કેનાલની પી.એમ.સી.વર્ક માટે 31 એન્જીનીયર રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ સિવાય શહેરમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધુ આવી રહી છે જેમાં મધ્ય ઝોનમાં પ્રદૂષણ પાણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી.ભવાનપુરા,પીઠ,સીટીમીલની ચાલી,કટકીયાવાડ,કાંટોડીયાવાસમાં પાણી પ્રદૂષિત આવે છે જ્યારે પૂર્વ વિસ્તારમાં અમરાઈવાડી,ગુલાબનગર,હનુમાન નગર,રબારી કોલોની,પાસે પણ પ્રદુષિત પાણીની સમસ્યા છે.ઘોડાસરમાં પાણીની ટાકી લીક મામલે ચર્ચા થઈ હતી.નિકોલ અને વસ્ત્રાલમાં પણ ટાંકી લીકના પ્રશ્નો આવ્યા હતા

Next Story