અમદાવાદ: જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો.તેજસ પટેલે પ્રમુખ સ્વામી મહોત્સવમાં આપી હાજરી,બાપા સાથેના અનુભવ વાગોળ્યા

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update
અમદાવાદ: જાણીતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડો.તેજસ પટેલે પ્રમુખ સ્વામી મહોત્સવમાં આપી હાજરી,બાપા સાથેના અનુભવ વાગોળ્યા

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે શતાબ્દી મહોત્સવના ચોથા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં હરિભક્તોનો મહાસાગર ઉમટયો હતો ત્યારે હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર તેજસ પટેલ પણ હાજર રહ્યા હતા અને પ્રમુખ સ્વામી સાથેના તેઓના અનુભવ વાગોળ્યા હતા. ડો. તેજસ પટેલે જણાવ્યુ હતું કે પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ અદભૂત હતું તેમનું વ્યક્તિત્વ એવું કે તેમને સુખ-દુઃખ આનંદ અને હતાશાથી કોઈ ફેર પડતો ન હતો તેમની ઉંમરની અસર માત્ર મોઢા પર જોવા મળતી હતી.વધુમા તેઓએ જણાવ્યુ હતું કે BAPS સંસ્થાના તમામ કાર્યકમ હમેશા અભૂતપૂર્વ હોય છે.કોઈ જ પ્રકારની અવ્યવસ્થા નથી hoti તમામ જગ્યાએ સેવકો હાજર જોવા મળે છે જેના કારણે મહોત્સવમાં આવતા લોકોને અગવડતા નથી પડતી

Latest Stories