/connect-gujarat/media/post_banners/dded28e1461f6d57df27efe54232385e23abbcf7ed7296fc0e939b9d75d4f5a0.jpg)
શાહપુરમાં સદુમાતાની પોળમાં નવરાત્રીનો અનેરો મહિમા
બારોટ સમાજના પુરુષો સ્ત્રીઓનો પહેરવેશ કરે છે ધારણ
સ્ત્રીના પહેરવેશમાં ગરબે ઘૂમી કરે છે માતાજીની આરાધના
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલ સદુમાતાની પોળમાં આશરે 200 વર્ષ કરતા પણ વધારે સમયથી બારોટ સમાજના તમામ પુરુષ આસો નવરાત્રી નિમિત્તે રોજ સ્ત્રીનો પહેરવેશ ધારણ કરીને ગરબે ઘુમે છે. કહેવાય છે કે, બારોટ સમાજમાં જન્મેલા સદુમાતાજી કે, જેમણે બારોટ સમાજને નિરવંશનો શ્રાપ આપ્યો હતો, ત્યારે શ્રાપમુક્ત થવા તેમજ માતાજીને મનાવવા માટે સદુમાતા પોળના પુરુષો સ્ત્રીના પહેરવેશમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે. અને હવે તો બારોટ સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો કે, જેઓએ માનતા માંગી હોય અને પૂર્ણ થઈ હોય તે લોકો પણ સ્ત્રીઓનો પહેરવેશ ધારણ કરીને ગરબા રમે છે, ત્યારે હાલ તો 200 વર્ષ જૂની આ પરંપરા બારોટ સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ નિભાવે છે.