Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મહિલાના ગુપ્ત ભાગે જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા કરાય ! પોલીસ તપાસનો ધમધમાટ

અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત, બે માસમાં શહેરમાં પાંચથી વધુ હત્યાના બનાવ.

X

અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ છે. આડાસંબંધના વહેમમાં હત્યા કરાઇ હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.

અમદાવાદ શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અમરાઈવાડી, રામોલ, દાણીલીમડા અને હવે શહેરકોટડામાં શંકાસ્પદ મોતનો બનાવ સામે આવ્યો છે.આ ઘટનામાં મૃતક મહિલા હસુમતીબેન અને તેનો પતિ છ વર્ષથી અલગ રહેતા હતા. મહિલાના એક વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની જાણ તેના પતિને થઈ હતી. હસુમતી બહેનનો લોહીથી લથબથ હાલતમાં અને કાનના ભાગે ઈજા પામેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આટલું જ નહીં શરીરના અનેક ભાગો અને ગુપ્ત ભાગ જ્વલનશીલ પ્રવાહી નાખતા ફોલ્લા પડી ગયા હોવાનું પોલીસ ધ્યાને આવ્યું છે.પ્રાથમિક રીતે તો 36 કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી આવું બન્યું હોવાનું પોલીસ માને છે. બીજી તરફ પતિએ પોલીસને જણાવ્યું કે હસુમતીને એક વ્યક્તિ સાથે આડા સંબંધો હતા. જેથી પોલીસે તે વ્યક્તિની તપાસ કરી તો તે મળી આવ્યો ન હતો ત્યારે હાલ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો છે અને એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી રહી છે.

Next Story