Connect Gujarat
અમદાવાદ 

અંકલેશ્વર : એશિયન પેઈન્ટ કંપની યાર્ડમાંથી રૂ. 17 લાખથી વધુના મુદ્દામાલની ચોરી, પોલીસ તપાસ શરૂ...

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ કંપની દ્વારા કંપનીની બાજુમાં નવો પ્લાન્ટ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેનમાર્ક કંપની સામે એશિયન પેઈન્ટ કંપનીએ ભાડે રાખેલ યાર્ડમાંથી કેબલ ડ્રમ મળી કુલ રૂપિતા 17 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ એશિયન પેઈન્ટ કંપની દ્વારા કંપનીની બાજુમાં નવો પ્લાન્ટ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે. જે કંપનીના પ્લાન્ટ માટે ગ્લેનમાર્ક કંપની સામે કંપનીએ ભાડે રાખેલ ઓપન યાર્ડમાં સર-સામાન મુકવામાં આવ્યો હતો. જે ઓપન યાર્ડમાં ગત તા. 18મી માર્ચના રોજ તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, જ્યાં ઓપન યાર્ડમાં રહેલ 12 કેબલ ડ્રમ અને 15 નંગ લોડ માઉન્ટ મળી કુલ 17.65 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે એશિયન પેઈન્ટ કંપનીના મેનેજર કમલ ભૈરવદત્ત જોશીને જાણ થતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હાલ તો જીઆઈડીસી પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Next Story