Connect Gujarat
અમદાવાદ 

10 લોકોને કાળ ભરખી ગયો..! બગોદરા હાઇવે પર ચોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષના ઘટના સ્થળે મોત

ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો

10 લોકોને કાળ ભરખી ગયો..! બગોદરા હાઇવે પર ચોટાહાથી ટ્રક પાછળ ઘૂસ્યો, 5 મહિલા, 3 બાળક, 2 પુરુષના ઘટના સ્થળે મોત
X

અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત થયો છે, જેમાં 5 મહિલા, 3 બાળક સહિત 10 લોકોનાં મોતની આશંકા છે. ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં 10 વ્યક્તિનાં મોત થયાંનું જાણવા મળ્યું છે, જ્યારે 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે.

પંચર થયેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસ્યું અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

Next Story