Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગ યોજાયો...

ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.

X

ભરૂચના ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે માઁ નર્મદાજીના 26મા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજરોજ વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 26મો માઁ નર્મદા જયંતિ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે. જેમાં ગાયત્રી મહાપુરાણ કથા, 51 કુંડી ગાયત્રી મહાયાગ સહિત લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે, ત્યારે આજરોજ વિશ્વ ગાયત્રી મંદિરે 51 કુંડી ગાયત્રી મહાયાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી મહાયાગના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે જ આવતીકાલે તારીખ 16 ફેબ્રુઆરીએ માઁ નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં સવા લાખ દિવડાની મહાઆરતી, ભવ્ય અન્નકૂટ, ભવ્ય આતશબાજી સાથે માઁ નર્મદાજીને સાડી અર્પણ કરી મહાપૂજન કરવામાં આવશે. જેમાં ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરના સંચાલક મહંત માતાઓ દ્વારા ભરૂચની જનતાને માઁ નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાયું છે.

Next Story