/connect-gujarat/media/post_banners/c61a6b698f6d9dbc560d4e2fa588ba7c86997c1257d8b9cbd90f01001cb59af2.jpg)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદના 2 કિશોરીઓના ધોલીડેમમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ ઉમલ્લા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા વણખુટા ગામે રહેતી 17 વર્ષીય અંજના વસાવા અને 12 વર્ષીય શિલ્પા વસાવા ગત તા. 5મી જૂનના રોહ સવારના અરસામાં ધોલીડેમ ખાતે કપડા ધોવા ગયા હતા.
ત્યારબાદ આ બન્ને કિશોરીઓ સમય વિતવા છતાં ઘરે પહોંચી ન હતી, જેથી તેમના પરિજનોએ તેમની શોધખોળ આરંભી હતી. આ દરમ્યાન ધોલીડેમના કિનારા પર કોઇ 2 કિશોરીઓના મૃતદેહ મળ્યા હોવાની જાણ થતાં જ સ્થળ પર જઇને જોતા આ બન્ને મૃતદેહ ધોલીડેમ પર કપડા ધોવા ગયેલ વણખુટા ગામની કિશોરીઓના હોવાનું જણાયું હતું. જોકે, એક સાથે 2 કિશોરીઓના ડૂબી જવાથી થયેલા મોતના પગલે સમગ્ર પંથક અરેરાટી વ્યાપી જવા પામી છે.