Connect Gujarat
અમદાવાદ 

દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર સાવ નિષ્ફળ: અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાનો સીએમ, ગૃહરાજ્ય મંત્રીને ખુલ્લો પડકાર, દારૂબંધીના કાયદાના અમલમાં નિષ્ફળતાના કર્યા આક્ષેપ

X

ગુજરાતમાં દારૂબંધીના કાયદાની અમલવારીને લઈને અવારનવાર વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવે છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટર પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે.

રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્રને માત્ર કાગળ પર છે. દરરોજ રાજ્યમાંથી પોલીસ દારૂનો જથ્થો પકડી રહી છે. ત્યારે રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર નિષ્ફળ રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને ખુલ્લો પડકાર આપ્યો હતો કે ગુજરાતમાં એક પણ એવો જિલ્લો બતાવો જ્યાં ગેરકાયદેસર દેશી દારૂનો એકપણ અડ્ડો ધમધમતો ના હોય તો હું જાહેર જીવન છોડી દઈશ. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવામાં ભાજપ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે, 'દારુ પિનાર, વેચનાર, લઈ જનાર અને તેને મદદ કરનાર પોલીસને 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરતો કાયદો ભાજપ સરકારે 22 ફેબ્રુઆરી 2017ના રોજ વિધાનસભામાં પાસ કરાવ્યો હતો, પરંતુ કાયદો બન્યા પછી દારુ વેચાણનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. ખુદ સરકારની માલિકીના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર બનેલ ફાઈવ-સ્ટાર હોટલમાં દારૂ વેચવામાં આવે છે.'

Next Story