Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બોલીવુડના પ્રખ્યાત કો. પ્રોડ્યુસર આનંદ પંડિતે કર્યું "ચેહરે" મુવીનું પ્રમોશન

ચેહરે મુવીના પ્રમોશન માટે આનંદ પંડિત આવ્યા અમદાવાદ, OTT પર ફિલ્મ રિલીઝ થવાથી નુકશાન નહિ : આનંદ પંડિત.

X

બોલીવુડના પ્રખ્યાત અને ગુજરાતના કો. પ્રોડ્યુસર આનંદ પંડિત આગામી ફિલ્મ ચેહરે મુવીનું પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરતા જણાવ્યું હતુ કે, પોતાના પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી હાલના સમયમાં ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

બોલીવુડના કો. પ્રોડ્યુસર અને ગુજરાતના આનંદ પંડિત પોતાના આગામી ફિલ્મ ચેહરે મુવીના પ્રમોશન અર્થે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાત કરતા જણાવ્યું હતું કે, પહેલા ગુજરાતી ફિલ્મમાં સૌરાષ્ટ્રની વાત રજુ કરવામાં આવી હતી. જેના કારણે જોઈએ પ્રમાણમાં તેને જોવામાં આવતી નહોતી, જ્યારે આજના સમયમાં ગુજરાતી ફિલ્મ ગુજરાતમાં નહિ પણ ભારત અને ભારત બહાર પણ જોવામાં આવે છે. જેમાં કોઈ સારી સ્ટોરી હોય તો તે હિન્દી ફિલ્મમાં પણ બનાવવામાં આવે છે. "છેલ્લો દિવસ" ગુજરાતી ફિલ્મ પણ હિન્દીમાં બનાવવામાં આવી છે, જ્યારે "હેલ્લારો" ફિલ્મએ પણ નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

ગુજરાતમાં હવે એવી ફિલ્મો બની રહી છે, જે પોતાના પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે. આનંદ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, OTT પર ફિલ્મ રિલીઝ હોવાથી કોઈ થિયેટરવાળાને નુકશાન નહીં થાય. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ ફાયદો થશે. 1 વર્ષમાં 54 શુક્રવાર આવતા હોય છે. જેમાં અંદાજે 150 જેટલી ફિલ્મ રિલીઝ થઈ શકતી હોય છે, જ્યારે વર્ષે 500 હિન્દી ફિલ્મ બને છે. OTT આવવાથી બધી ફિલ્મ પ્રસારિત કરી શકાશે. ગુજરાતમાં પણ ઘણા યુવાનોમાં ટેલેન્ટ છે. પણ OTTનું પ્લેટફોર્મ મળતા તે પોતાનું ટેલેન્ટ બતાવીને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી શકશે.

Next Story