અમદાવાદ એરપોર્ટ નજીકથી મળી દેશી દારૂની ભઠ્ઠી, જુઓ શું કર્યું PCB એ..!

અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી.

New Update
અમદાવાદ એરપોર્ટ નજીકથી મળી દેશી દારૂની ભઠ્ઠી, જુઓ શું કર્યું PCB એ..!

અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી. આ ભઠ્ઠી પર PCBએ દરોડા પાડીને હજારો લીટર દેશી દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે. તે ઉપરાંત કેટલીક વસ્તુઓનો સ્થળ પર જ નાશ કર્યો હતો.

Advertisment

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં કોતરપુર ટર્નિંગ ની બાજુમાં આવેલી સાબરમતી નદીના પેટની ડાબી બાજુ દૂષિત પાણીના વહેરા પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલી રહી હતી. આ અંગે PCB ને બાતમી મળતા રેડ કરી હતી ત્યારે ત્યાં જમીનમાં દટાયેલા પીપળામાં દારૂ બનાવવામાં આવતો હતો. જેમાંથી 9700 લિટર દેશી દારૂ નો વૉશ મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. પોલીસે દારૂ બનાવવા માટે વપરાતો 770 કિલો અખાદ્ય ગોળ કબ્જે કર્યો છે.દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર કમલા માલાવત અને ધર્મેન્દ્ર માલવત PCBની રેડની ખબર પડતાં જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેમની સામે ગુનો નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે. જોકે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની ભઠ્ઠી જાહેરમાં હતી છતાં એરપોર્ટ પોલીસ અજાણ હતી. જેને લઈને સવાલો ઉભા થયા છે.

Advertisment