Connect Gujarat
અમદાવાદ 

પઠાણ ફિલ્મના વિવાદનો અંત, વાંધાજનક દ્રશ્યો દૂર કરવા સાથે ગુજરાતમાં રિલીઝ થશે ફિલ્મ : VHPનો દાવો

બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

X

બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બોયકોટ બોલિવુડના નારા સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા જ VHP દ્વારા વિરોધ પાછો ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પઠાણ ફિલ્મની રિલીઝ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે, પઠાણ ફિલ્મમાં ઘણા વાંધાજનક અશ્લીલ દ્રશ્યો હતા, જેને લઈ અમારો વિરોધ હતો કે, આવી ફિલ્મ રજૂ ન થવી જોઈએ. પરંતુ સમગ્ર હિન્દુ સમાજની માંગને ધ્યાને લઈ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં 40થી 45 જેટલા વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા છે. જેને લઈ આવતી કાલે રીલીઝ થનાર પઠાણ ફિલ્મ સામે હવે કોઈ વિરોધ નથી. ફિલ્મમાં કપડાના કલર અને મોટા ભાગે બોલ્ડ સીન દૂર કરી દેવામાં આવ્યા છે. સેન્સર બોર્ડને ટકોર કરવામાં આવી છે કે, આવા સીન પહેલેથી જ દૂર કરી દેવા જોઈએ. ભવિષ્યમાં પણ ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા સેન્સર બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડના નિર્ણયને લઈ સમગ્ર હિન્દુવાદની જીત થઈ છે. આમ અનેક સમયથી વિવાદમાં રહેલ પઠાણ ફિલ્મ રિલીઝને લઈને અસમંજસ દૂર થઈ છે, ત્યારે લોકો પણ સામાન્ય વિવેક બુદ્ધિ વાપરી આ ફિલ્મ જોવા જાય તેવું VHP દ્વારા જણાવાયું છે.

Next Story