પિતાએ ગુજરાતમાં IPS તરીકે ફરજ બજાવી, અને દીકરો અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર...

26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.

પિતાએ ગુજરાતમાં IPS તરીકે ફરજ બજાવી, અને દીકરો અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર...
New Update

પિતાએ આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો, ત્યારે તેમના પુત્રએ સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કર્યું હોય, એમ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ તરીકે ગણાતી અમેરિકાના ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.

ગુજરાત પોલીસમાં વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી ફરજ દરમિયાન અવસાન પામેલા તત્કાલીન અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટી (IPS)ના પુત્ર જયદેવસિંહ ભાટીની અમેરિકાના ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઓફિસર તરીકે તાજેતરમાં નિયુક્તિ થઈ છે. ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા આ પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના 6 માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના 4 પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે.

ત્યારબાદ તેમને વિશ્વના સૌથી મોટા ગણાતા ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. 26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી. જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પીએસઆઇની સમકક્ષ પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે. જયદેવસિંહના પિતા 1996થી 1999 સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા. ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સંભાળી હતી.

બાદમાં અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી. ચાલુ ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા માટેનો ચંદ્રક એનાયત કરાયો હતો. જેને સ્વ. કેસરીસિંહ ભાટીની ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયદેવસિંહે ધો. 12 સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.

#GujaratConnect #IPS અધિકારી #Gujarat Police #અમેરિકા #ગુજરાત પોલીસ #પોલીસ ઓફિસર #કેસરીસિંહ ભાટી #KesarSinh Bhati IPS #America Police Force #IPS Safin Hasan #જયદેવસિંહ ભાટી #Jaydevsinh Bhati #Newyork Police
Here are a few more articles:
Read the Next Article