અમદાવાદ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ઠકરાર ગેંગ વિરુદ્ધ ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ, વધુ 2 આરોપીની ધરપકડ...

ઠકરાર ગેંગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું

New Update
  • પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમનો પર્દાફાશ કર્યો

  • આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ઠકરાર ગેંગ

  • ઠકરાર ગેંગ વિરુદ્ધ ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ

  • સાયબર ક્રાઇમ પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી

  • વધુ 2 આરોપીઓની ધરપકડ સાથે પોલીસ કાર્યવાહી 

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શન મામલે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ઠકરાર ગેંગના 7 સભ્યો વિરુદ્ધ ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરી છે.

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ઠકરાર ગેંગના 7 સભ્યો વિરૂદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ઠકરાર ગેંગ સામે ગુજસિટોક હેઠળ પ્રથમ ફરિયાદ નોંધી વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દુબઇ અને ચાઇનીઝ ગેન્ગનું કનેક્શન પણ સામે આવ્યું છે. જેમાં 300 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન અને 16 કરોડની ઠગાઇનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા ઉપરોક્ત ગુનાની તપાસ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે તબદીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી ધવલ ઠકરારની આંબાવાડી સ્થિત ઓફિસ ખાતે તમામ આરોપીઓ ભેગા મળીને ગુનાહિત પ્રવૃતિ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસે રેઇડ કરતા જુદી જુદી બેન્કની 65 પાસબુક158 ચેકબુક45 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ12 મોબાઇલ ફોન49 સીમકાર્ડ તેમજ 1 કેસ કાઉન્ટર મશીન અને રોકડ રૂપિયા 37.11 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી રૂ. 37.57 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વધુમાં આ ગુનામાં આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015ની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

Latest Stories