Connect Gujarat
અમદાવાદ 

છેલ્લા 3 દિવસથી સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભુવાનગરી, AMCને વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ..!

અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે.

X

અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોની સલામતી માટે ભુવાને તાત્કાલિક કોર્ડન કરી માર્ગ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં દર મહિને ક્યાંકને ક્યાંક રોડ બેસી જવાની અથવા તો ભુવો પડવાની ઘટના બનતી હોય છે, ત્યારે છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે. મેઘાણીનગર વિસ્તારમાં એફએસએલ ચાર રસ્તાથી હોળી ચકલા તરફ જવાના રોડ ઉપર FSL કચેરીના દરવાજાની બહાર જ એક મોટો ભુવો પડ્યો હતો.

બહારથી નાનો લાગતો હતો, પરંતુ અંદર એટલો મોટો ભુવો છે કે, જો આ રોડ ઉપર સાઈડમાંથી વાહન પસાર થાય તો પણ રોડ બેસી જાય તેમ છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક ભુવાને બેરીકેટ લગાવીને કોર્ડન કરી દીધો છે. તો 2 દિવસ પહેલા શહેરના મણિનગર દક્ષિણી ચોકમાં સર્કલ પર જ ભુવો પડ્યો હતો. જેને તંત્ર દ્વારા બેરીકેટ કરી દેવામાં આવ્યો હતો. 15 દિવસ પહેલાં જ 100 ફૂટના અંતરે હજુ એક ભુવો રિપેર કરવામાં આવ્યો હતો. જેને 15 દિવસ જ થયા છે, ત્યાં ફરી એક વાર નજીકમાં ભુવો પડતા હવે આ વિસ્તારના પાણીની અને ગટરની લાઈનની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે, ત્યારે હાલ તો સ્માર્ટ સિટીના વિવિધ માર્ગ ઉપર ભુવાઓ પડતા તેને તાત્કાલિક રિપેરિંગ કરવાની જરૂરિયાત વર્તાય રહી છે.

Next Story