અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાયા, ગુજરાત ATSએ મૂળ શ્રીલંકન એવા ISISના ચાર શખસને દબોચ્યા

ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો

New Update
અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપાયા, ગુજરાત ATSએ મૂળ શ્રીલંકન એવા ISISના ચાર શખસને દબોચ્યા

ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS(ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા )ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે.



અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું સામે આવ્યું હતું. જે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે

Latest Stories