સોમનાથ-પ્રભાસપાટણમાં સોમવારે મોડી સાંજે મુખ્ય બજારમાં દૂધપીઠની ગલી નજીક બે યુવકોના બાઇક સામસામે ભટકાઈ પડતાં શરૂઆતમાં બોલાચાલી થયા બાદ ઉગ્રતા વધતી ગઈ હતી સોમનાથ-પ્રભાસપાટણમાં આજે મોડી સાંજે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબત મોડી રાત્રી ના જૂથ અથડામણમાં પરિણમી હતી...અને જોતજોતામાં બંને જૂથના કુલ ૩૦થી ૪૦ માણસોએ સામસામા આવી જઇ પત્થરમારા સાથે તોડફોડ શરૂ કરી હતી..
આ બનાવને પગલે પોલીસે સ્થળ પર ધસી જઈને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સ્હેજમાં ટળી હતી. અને જોતજોતામાં બંને પક્ષના માણસો સ્થળ પર એકઠાં થઈ ગયા હતાં. સામસામો પથ્થરમારો શરૂ કરી દેવાયો હતો, જેથી વાતાવરણ તંગ બની ગયું હતું અને રાતે પણ ખુલ્લી રહેતી કેટલીક દુકાનો ટપોટપ બંધ થી ગઈ હતી. પત્થરમારામા બંને બાઈકને નુકસાન થયું હતું તેમજ એક દુકાનના બોર્ડને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતા એલ.સી.બી. ડી સ્ટાફ, મરીન પોલીસ સહિત નો પોલીસ કાફલો તુરંત જ બનાવ સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી લેતાં મોટી ઘાત સ્હેજમાં ટળી હતી.
તોફાની ટોળા દ્વારા દુકાનો અને મોટરસાયકલ માં આગ ચંપી માટે કેરોસીન છાંટયું હતું પરંતુ પોલીસ ની સમયસૂચકતા ના કારણે તોફાની ટોળા નો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો..જો કે બે બાઇકો તેમજ અમુક દુકાનો ના શટર તોડ્યા હતા...
જૂથ અથડામણ માં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા જે પૈકી મુસ્તાક ઉર્ફે વસીમ નૂરમામદ મલેક ની ફરિયાદ આધારે પરેશ સરમણ અને રમેશ પકોડા વાળા સહિત 25 લોકો ના ટોળા વિરુદ્ધ આઈપીસી ની કલમ 143, 147, 148, 149, 323, 324, 403, 427, 504 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.હાલ આ ઘટના માં આઠ જેટલા યુવકો ની અટકાયત કરવા માં આવી છે.બનાવ માં કારણ માં સોમવારે સાંજે એક બાળક ને મોટરસાયકલ અથડાઈ ગયેલ જે બાબતે સામાન્ય બોલાચાલી થયેલ ત્યાર બાદ રાત્રી ના ફરીયાદી નમાજ પઢી1ઘર તરફ જઈ રહેલ ત્યારે મેઈન બજાર માં ટોળા એ અચાનક હુમલો કર્યો હતો.ઘટના ના પગલે હાલ વેરાવળ, સુત્રાપાડા, સોમનાથ મરીન સહિત સ્થાનિક પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.