ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમવા જઈ રહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટનું કોઈપણ ફિઝીકલ વેચાણ કરવામાં આવશે નહીં.
1.32 લાખની ક્ષમતા વાળા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમવા જઈ રહેલી T20 મેચનું બુકિંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. ભારતે ન્યૂઝીલેન્ડ સામે વનડે સિરીઝ જીતી લેતા ભારતીય પ્લેયર ફોર્મમાં છે. તેથી આ T20 મેચ જોવ માટે ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહ છે. સ્ટેડિયમમાં ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે L, K અને Q બ્લોકમાં ટિકિટનો ભાવ 500 રૂપિયા, B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા, J અને R બ્લોકમાં ટિકિટનો ભાવ 2000 રૂપિયા, A, H, M અને N બ્લોકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા, D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા નક્કી કરઆવામાં આવ્યો છે.