Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત ATS દ્વારા PFI ફંડિંગ મામલે 15 લોકોની અટકાયત, વિદેશ સાથે પણ તાર જોડાયા...

રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી અનેક રાજ્યોની પોલીસની સાથે સંયુક્ત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા

ગુજરાત ATS દ્વારા PFI ફંડિંગ મામલે 15 લોકોની અટકાયત, વિદેશ સાથે પણ તાર જોડાયા...
X

રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી અનેક રાજ્યોની પોલીસની સાથે સંયુક્ત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં દેશના 15 રાજ્યોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી રાજનૈતિક પાર્ટી એચડી પીઆઈ છે. જે 15 લોકોને દબોચી લેવામાં આવ્યા છે, તેમના તાર વિદેશમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે. ગુજરાતમાં જે દરોડા પાડ્યા તેમાં એનઆઈએ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. પરંતુ એટીએસ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. પીએફઆઈની પોલિટિકલ પાર્ટી એચડી પીઆઈ છે તેના સભ્યો છે. જેમનું પીએફઆઈ તરફ તેમનું નરમ વલણ રહ્યું છે. આ કેસમાં કેટલાક અમદાવાદ, સુરત, નવસારી અને બનાસકાંઠામાં મોડી રાતે દરોડા પાડીને તેમની અટકાયત કરી હતી. કેરળમાં પીએફઆઈ જે પરેડ હતી, તેમાં આ લોકો હાજર રહ્યા હતા. આમાંથી કેટલાક લોકોને તાર વિદેશમાં બેઠેલા લોકો સાથે જોડાયેલા છે. આ લોકોને હાલ અટકાયત કરવામાં આવી છે, જેમની પૂછપરછ કરવામાં આવશે. સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. આઠ રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસુસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

Next Story