Connect Gujarat
અમદાવાદ 

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન, ભાવનગરમાં પૂજા વિધિ અને ધ્વજારોહણ કરાયું.

X

છેલ્લા 38 વર્ષથી પરંપરાગત રથયાત્રાનું આયોજન

ભગવાનની પૂજા વિધિ-ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો

રથયાત્રા સમિતિના સભ્યો-શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા

દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જગન્નાથજી ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. દેશની પ્રથમ નંબરની ગણાતી રથયાત્રા જગન્નાથપુરીમાં જોવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરની અમદાવાદ અને ત્યારબાદ બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાંથી કાઢવામાં આવે છે. ભાવનગરમાં છેલ્લા 38 વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા સમિતિ દ્વારા ભાવનગરમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરાય છે. છેલ્લા 38 વર્ષથી ભવ્ય રીતે રથયાત્રાને શહેરના રાજમાર્ગો પરથી પસાર કરવામાં આવે છે. આ રથયાત્રા દરમિયાન લોકોને ભગવાન ઘરે દર્શન કરવા નીકળે તે રીતે ઉત્સાહી લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે. આ રથયાત્રામાં ભગવાનના રથની સાથે 100 જેટલા ટ્રક સહિતના વાહનો જોડાય છે. આ રથયાત્રાની તૈયારીના ભાગરૂપે રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને એક માસ પહેલા પૂજા વિધિ અને ધ્વજારોહણ સાથે કર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. જે શહેરના પરિમલ ચોક સત્યનારાયણ રોડ પર આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો મહંતો અને રથયાત્રા સમિતિના ટ્રસ્ટીઓ સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story