અમદાવાદમાં બારે મેઘ ખાંગાં, ગુરુવાર સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.

New Update

અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. હજી ગુરુવાર સુધી ભારે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં પણ વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના શાહીબાગ, ઘાટલોડિયા,ગોતા, વેજલપુર, જીવરાજ, પ્રહલાદનગર, સરદારનગર, ચાંદખેડા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગે આગાહી આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી હતી.જેમા તેમણે જણાવ્યુ હતુ કે,15મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. જ્યારે ભાવનગર,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. 

Latest Stories