Connect Gujarat
અમદાવાદ 

હેલો... હું IPS સફીન હસન બોલું છું, મારી સાથે દોસ્તી કરવી છે, વાંચો પછી શું થયું..!

યુવકના સતત ફોન આવતા યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી

હેલો... હું IPS સફીન હસન બોલું છું, મારી સાથે દોસ્તી કરવી છે, વાંચો પછી શું થયું..!
X

અમદાવાદમાં એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી IPS સફીમ હસનના નામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફ્રેંડશીપ માટેની રિક્વેસ્ટ મોકલતા યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીના ફોન પર થોડા દિવસો અગાઉ અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા હતા. જોકે, યુવતી આ ઈસમને ઓળખતી ન હોવાથી તેને મેસેજ કે, ફોન કરવાની ના પાડી દીધી હતી.

પરંતુ આ ઈસમ દરરોજ અવાર નવાર મેસેજ કરવા લાગતા યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. થોડા દિવસ બાદ આ ઈસમે અજાણ્યા નંબર ઉપરથી ફોન કરીને હતું કે, હું આઈપીએસ ઓફિસ સફીન હસન બોલું છું. જે બાદ ફોન કરનાર વ્યક્તિ યુવતી સાથે મિત્રતા કેળવવા માટેના પ્રયાસો કર્યા હતા. સાથે જ આ ઈસમ યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર પણ મેસેજ કરતો હતો. જોકે, યુવતીને શંકા જતાં તેણે આ ઈસમને વીડિયો કોલ કરવા કહ્યું હતું. પરંતુ તેણે વીડિયો કોલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

યુવકના સતત ફોન આવતા યુવતીએ અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ યુવતીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી યુવક યુવતીને મોબાઈલ પર અશ્લીલ મેસેજ પણ મોકલતા હોવાનો આક્ષેપ કર્યો છે.

Next Story