પ્રમુખ સ્વામી નગરમાં તમે કલ્પના ન કરી હોય એ પ્રકારની છે પાર્કિંગ વ્યવસ્થા,1700 સ્વયંસેવકો ખડેપગે તૈનાત

અમદાવાદમા આયોજિત પ્રમુખ સ્વામી જ્ન્મ શતાબ્દી મહોત્સવમાં પહોંચતા ભક્તો માટે પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રમુખ સ્વામી નગરમાં તમે કલ્પના ન કરી હોય એ પ્રકારની છે પાર્કિંગ વ્યવસ્થા,1700 સ્વયંસેવકો ખડેપગે તૈનાત
New Update

અમદાવાદમા આયોજિત પ્રમુખ સ્વામી જ્ન્મ શતાબ્દી મહોત્સવમાં પહોંચતા ભક્તો માટે પાર્કિંગની અદભૂત વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગની વ્યવસ્થા માટે 1700 સ્વયંસેવકો ખડેપગે તૈનાત રહી લોકોને મુશ્કેલી ન પડે એ માટેનું ધ્યાન રાખે છે

અમદાવાદમા 600 એકરમાં ઉજવાઈ રહેલા ભવ્યથી ભવ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કલ્પના પણ ન કરી હોય તે પ્રકાર ની પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે રોજ હજારોની સંખ્યામાં આવતા વાહનોને પાર્ક કરવાથી લઈને પરત કરવા સુધીમાં જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે મુલાકાતીઓ પણ હવે આશ્ચર્યમાં મુકાઈ છે જે પણ હરિભક્ત પ્રમુખસ્વામી નગરમાં આવશે તે માત્ર ત્રણથી સાત મિનિટની અંદર આ નગરમાં પ્રવેશ કરી શકે તે પ્રકારનું પાર્કિંગનું આયોજન કરવામાં આવ્યું છે.અહીં પાર્કિંગ ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક મેનેજમેન્ટની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.4000 સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા છે.1700 સેવકો પાર્કિંગમાં સેવા આપે છે.62 પ્લોટ અહીં પાર્કિંગ માટે તૈયાર કરવામાં આવ્યા છે.આ પાર્કિંગમાં 300 બસ 26,000થી વધુ કાર 1200 હેવી વ્હીકલ 250 લોડીંગ કાર અને 13000 ટુ વ્હીલર પાર્કિંગ માટેની વ્યવસ્થા છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ahmedabad #Pramukh Swami Nagar #parking system #1700 volunteers
Here are a few more articles:
Read the Next Article