આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ દરમ્યાન પોલીસે બળ પ્રયોગ કર્યો હતો તો આ તરફ ભાજપના મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવીએ નશાની હાલતમાં છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા જેના પગલે ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવશે.ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ,વધુ એક કેસ નોંધાશે
ભાજપના મહિલા નેતા શ્રધ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવીએ નશાની હાલતમાં છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા
New Update