/connect-gujarat/media/post_banners/1eaffa01773a48989cf4f19c5053438436fd5f179482e6c19339e46bfbdacd24.jpg)
રાજસ્થાનના ઉદયપુરમાં ધોળે દિવસે થયેલ કન્હૈયાલાલની હત્યાના વિરોધની આંધી આખા દેશમાં પ્રસરી રહી છે. ઠેર ઠેર આ ઘટના અંગે વિરોધ વ્યક્ત થઇ રહ્યા છે, ત્યારે રાજસ્થાનની ઘટનાના ગુજરાતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એટલું જ નહીં,
હત્યારાઓ દ્વારા ધમકીભર્યો વિડિયો જાહેર કરવો એ દેશ માટે એક ચુનોતી છે, જેને ભારતની જનતા, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ક્યારે પણ બર્દાસ્ત નહીં કરે, ત્યારે અમદાવાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શાહીબાગ નમસ્તે સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને જધન્ય ઘટના ગણાવી બર્બર જેહાદ અને આતંકવાદના વિરોધરૂપે પૂતળાં દહન કરી વિરોધ દર્શાવ્યો હતો. બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, તેવામાં અમદાવાદ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.