/connect-gujarat/media/media_files/2024/12/14/jREmDjS5Y06QfW8EILGx.jpg)
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલનાં ડિરેક્ટર રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજશ્રી કોઠારીની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીઓના મોત મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કાર્તિક પટેલને જામીન નહી આપવા ક્રાઈમ બ્રાંચ દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. તેમજ કાર્તિક પટેલ દ્વારા હોસ્પિટલ ખોટ કરતી હોવાનું દર્શાવી સમગ્ર કૌભાંડ આચર્યું છે.
ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ:-
1. ડો. પ્રશાંત વઝીરાણી
2. ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
3. મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
4. રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
5. પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
6. પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
7. ડો. સંજય પટોળિયા
8. રાજશ્રી કોઠારી
ફરાર આરોપી:-
કાર્તિક પટેલ